મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની નજર ચુકવીને ૩.૩૦ લાખની ચોરી કરનાર યુવતીની ધરપકડ


SHARE













મોરબીમાં વેપારીની નજર ચુકવીને ૩.૩૦ લાખની ચોરી કરનાર યુવતીની ધરપકડ

મોરબીમાં હળવદ રોડ ઉપરના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર પોતાની દુકાનની બહાર ટાયર-ટ્યુબ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાનમાં વેપારીની નજર ચુકવીને અજાણી યુવતી રોકડા ૩.૩૦ લાખ ચોરી ગઈ હતી જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી યુવતીને રોકડ રૂપિયા સાથે પકડી લેવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ સમયના ગેઇટની પાસે આવેલા રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રસ્તે પ્રકૃતિ સોસાયટીના ગેઇટની સામે પટેલ ટાયર હબ નામે દુકાન ચલાવી ધંધો કરતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા જાતે પટેલ (૨૬) દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ દુકાને હતા અને દુકાન ખુલી હતી. ત્યારે તેઓ દુકાનની બહાર ટાયર ગોઠવી રહ્યા હતા.તે સમય તેની નજર ચૂકવીને અજાણી યુવતી દુકાનમાંથી રોકડા ૩.૩૦ લાખ ચોરી કરીને લઈ ગઈ હતી જે ફરિયાદ આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પોલીસે આરોપી યુવતી સપનાબેન બચુભાઈ ચાડમિયા (૨૨) રહે, હાલ હરિઓમ પાર્કની સામે હેલી પેડ પાસે ખુલ્લા પટ્ટમાં અને  મૂળ કામનાથપરા કાલાવડ વાળી ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ૩.૩૦ લાખ કબજે કરવામાં આવેલ છે






Latest News