મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન

આગામી રક્ષાબંધનના દિવસે તા ૩૦ ના રોજ મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પૂજન, તર્પણ સહીતની વિધિ પણ કરવામાં આવશે તેવું જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ છે

મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યું છે કે, જન્મભૂમિ પંચાંગ અને નિર્ણય સિંધુ અનુસાર તા.૩૦ ને બુધવારે સવારે ૮:૩૦ કલાકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે ૧૧.૦૫ કલાકથી શુભ ચોઘડિયે બહેનો તેના ભાઈને રક્ષા એટલે કે, રાખડી બાંધી શકશે. અને બપોરે ૩.૩૦ થી સાંજના ૬.૩૦ સુધીનો સમય શુભ છે. અને શુક્લ પક્ષની પૂર્ણિમાએ ભદ્રા વૃશ્ચિકી નામની ભદ્રા છે જેથી રાત્રે ત્રણ ઘડી (૭૨ મિનિટ) જ ત્યાગવાની રહે છે. માટે પૂર્ણિમાએ જ રક્ષાબંધન પર્વ ઉજવવા અનુરોધ કરી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે






Latest News