મોરબી: કૃષ્ણનગર ગામની સરકારી ઈનામ વિતરણ-વેશભૂષા સ્પર્ધા યોજાયો
મોરબીના નવલખી રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે એકટીવાને હડફેટ લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે એકટીવાને હડફેટ લેતા યુવાનનું મોત
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા પીપળીયા ચોકડી નજીક કારખાના પાસેથી મોડીરાત્રીના એકટીવા લઈને જઈ રહેલા યુવાનના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું.તે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ પીપળીયા ગામના પટેલ યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવના પગલે તેના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.જે સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના પીપળીયા ગામનો વતની અને હાલ મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કુલની પાસે રહેતા ભાવિનભાઈ અશોકભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉમર ૨૪) નામના અપરિણીત યુવાનનું ગત તા.૨૪-૮ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા પીપળીયા ચોકડી નજીક ગાંધીના કારખાના તરીકે ઓળખાતી જગ્યા પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી મોત નિપજયુ હતુ.મૃતક ભાવિન આદ્રોજા નામનો યુવાન એકટીવા લઈને મોરબીથી પરત પીપળીયા જતો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા શરીરે થયેલ ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ ભાવિન અશોકભાઈ આદ્રોજા નામના યુવાનનું મોત થયુ હતું.તેના ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા ત્યાંથી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તે બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા બનાવની નોંધ કરી તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક ભાવિન આદ્રોજા ડિઝાઇનિંગને લગતું કામકાજ કરતો હતો અને મોરબીથી પોતાના ગામ પીપળીયા જતો હતો તે દરમિયાન ગાંધીના કારખાના પાસે તેના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં તેનું મોત નીપજ્યું હતું.હાલ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે ભરતનગર ગામે રહેતા છબીલઅહેમદ અમીરાઅહમદ નામના ૫૦ વર્ષના આધેડને સાંજના સમયે ઘૂંટુ અને માંડલ ગામની વચ્ચે વાહન અકસ્માતના બનવામાં ઈજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ. ડાંગર દ્વારા આ બનાવ સંદર્ભે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.