લોકતંત્રના સેનાની મોરબીના સ્વ. પૂનમચંદભાઈના દીકરાનું કર્યું સન્માન
મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઇ: ડ્રાઈવર સહિત બે ફરાર
SHARE









મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઇ: ડ્રાઈવર સહિત બે ફરાર
મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર પસાર થવાની છે તેવી બાતમી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેથી ટિમ ત્યાં વોચમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં કાર નીકળી હતી જેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે, કાર ચાલકે તેની કાર હંકારી મૂકી હતી અને આગળ જઈને કારને રોડ સાઇડમાં મૂકી દીધી હતી જેને ચેક કરતાં કારમાથી ૧૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને દારૂ મળીને ૨.૪૫ લાખનો મુદામાલ કબજે કરીને કાર છોડીને નાશી ગયેલા ડ્રાઈવર સહિતના બે શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગશીયાને હકિકત મળેલ હતી કે, ઇકો કાર નં. જીજે ૧૩ સીસી ૩૩૭૯ માં દારૂનો જથ્થો ભરી હળવદ તરફથી માળીયા તરફ આવનાર છે જેથી પોલીસે અણીયારી ટોલનાકા પાસે પહોચતા હકિકત વાળી ઇકો કાર ત્યાથી નીકળી હતી જેના ચાલકે સરકારી વાહન જોઇને હંકારી મૂકી હતી અને તે કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે ઇકો કાર અણીયારી ટોલનાકાથી આગળ રોડ સાઇડમાં મુકી દીધી હતી અને કારનો ચાલક તથા તેની સાથેનો એક ઇસમ અંધારામાં નાશી ગયા હતા અને તે કારને ચેક કરતાં તેમાથી વ્હીસ્કીની ૧૨૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૫,૦૦૦ નો દારૂ અને ૨,૦૦,૦૦૦ ની કાર આમ કુલ ૨.૪૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધાવ્યો છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુંગસીયા, સતીષભાઇ કાંજીયાએ કરેલ છે .
