મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ઉમેદવારો- નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ પોર્ટલ બની આશીર્વાદ


SHARE









મોરબી સહિત ગુજરાતમાં ઉમેદવારો- નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ પોર્ટલ બની આશીર્વાદ

ગુજરાત સરકાર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને  રોજગારલક્ષી  સેવાઓ  એક જ કોમન પ્લેટફોર્મ પર મળી રહે તે માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપ (https://anubandham.gujarat.gov.in/home) નું નિર્માણ કરવામાં આવેલ છે જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ વેબપોર્ટલ પર ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરીને ખાનગી ક્ષેત્રે યોજાતા ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઇન્ટર્વ્યુ આપી શકે છે, પસંદગી મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ/એકમો પણ ભરતી મેળાઓમાં સહભાગી થઇ શકે છે, ઉમેદવારોના ઇન્ટર્વ્યુ લઇ શકે છે અને મેન પાવરની પસંદગી કરી શકે છે. આ તમામ સેવાઓ વિનામૂલ્યે મળે છે.

રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી ચૂકેલ ઉમેદવારોએ પણ રોજગાર સેવાઓ મેળવવા સદર પોર્ટલ પર ફરીથી નામ નોંધણી કરવી જરૂરી છે. ઉમેદવાર જાતે જ પોર્ટલ પર નામ નોંધણી કરી શકે છે. અથવા ઉમેદવારે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સાથે રોજગાર વિનિમય કચેરી,  જિલ્લા   સેવા સદન, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી નામ નોંધણી કરી આપવામાં આવશે. નોકરીદાતાઓને પણ રોજગાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા  વેબ-સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ઔદ્યોગિક એકમો અને સરકારી-અર્ધસરકારી કચેરીઓને રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.




Latest News