મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવો કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

ગણેશોત્સવને પણ મોંઘવારીનું ગ્રહણ: મોરબીમાં ગણેશજીની મૂર્તિ પાછળના બજેટ ઘટ્યા !, કાલકારો મૂંઝવણમાં


SHARE







ગણેશોત્સવને પણ મોંઘવારીનું ગ્રહણ: મોરબીમાં ગણેશજીની મૂર્તિ પાછળના બજેટ ઘટ્યા !કાલકારો મૂંઝવણમાં

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટે થઈને માલ સામાન મોંઘો પડી રહ્યો હોવાથી મૂર્તિઓની કિંમત વધે તેવી શક્યતા છે જોકે અગાઉ જે લોકો મોટી અને મોંઘી મૂર્તિ લઈ જતા હતા તે લોકો પણ હવે મોંઘવારીના કારણે ઓછા બજેટની મૂર્તિ લઈ જવાનું ઈચ્છા હોય છે

શ્રાવણ મહિનો પૂરો થતાની સાથે જ હવે ગણેશોત્સવની તૈયારીઓ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવનાર છે જેમાં શેરી ગલીના નાના આયોજનથી લઈને મોટા શહેરીની જેમ મોટામોટા પંડાલોમાં ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવશે અને ભક્તો દ્વારા ગણેશજીનું સ્થાપન કરીને તેનું શ્રદ્ધા પૂર્વક પૂજા, અર્ચના કરવામા આવશે તેમજ જુદાજુદા આયોજનો પણ કરવામાં આવશે જો કે, દર વર્ષની જેમ આ આ વર્ષે પણ બહારથી ઘણા કારીગરો મોરબીમાં આવ્યા  છે અને જુદાજુદા વિસ્તારમાં ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે

જો કે, ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે જે મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના ભાવમાં ચાલુ વર્ષે વધારો થઈ ગયેલ છે જેથી કરીને સ્વાભાવિક રીતે મૂર્તિની કિંમતમાં વધારો થાય તે સમજી શકાય તેમ છે જો કે, મૂર્તિ લેવા માટે આવતા ગ્રાહકો દ્વારા ગત વર્ષે જે બજેટ મૂર્તિ માટે આપવામાં આવતું હતું જેની સરખામણી ચાલુ વર્ષે ઓછા બજેટની મૂર્તિઑ માંગવામાં આવી રહી છે ત્યારે કલાકારોની મૂંઝવણમાં વધારો થઈ ગયેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબીમાં એક ફૂટથી લઈને આઠ ફૂટ સુધીની મૂર્તિઓ બજારમાં જોવા મળી રહી છે અને તેની કિંમત ૨૫૦ રુપિયથી લઈને ૧૫ હજાર સુધીની છે ખાસ કરીને આ વર્ષે ગણેશજીની મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુશેષનાગ અવતાર વિગેરે જેવી મૂર્તિ જોવા મળી રહી છે તેની સાથોસાથ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની પણ માંગ જોવા મળી રહી છે જો કે, ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ઘણી વખત ખંડિત થતી હોવાનું જોવા મળે છે જેથી કરીને ના છૂટકે પીઓપીની મૂર્તિ લેવી પડે છે




Latest News