મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ રોડે કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ૨૧ હજારના મોબાઈલની ચોરી


SHARE













મોરબીના ઘુટુ રોડે કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ૨૧ હજારના મોબાઈલની ચોરી

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ જીસી સેરા સીરામીક નામના કારખાનાની લેબર કોલોની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટની જગ્યા આવેલ છે અને ત્યાંથી ૨૧ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબીના ઘોટુ રોડ ઉપર આવેલ જીસી શેરા ટાઇલ્સ સીરામીક નામના કારખાનામાં લેબરકટ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બુધ્ધુરૈયા જગદીશ હંસદા જાતે આદિવાસી ૨૧ નામના યુવાને અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે કારખાનાની લેબર કોલોની પાછળના ભાગમાં આવેલ ખુલ્લા પ્લોટની જગ્યામાંથી રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેના ૨૧ હજાર રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મકાન ભાડે આપનાર સામે ગુનો નોંધાયો

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે થઈને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતિયો કે બહારના લોકોને મકાન કે દુકાન ભાડે આપે તો તેની જાણ પોલીસ મથકે કરવા માટે થઈને કહેવામાં આવે છે અને તેને લગતા જાહેરનામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ તેની અમલવારી કરવામાં આવતી ન હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જયેશભાઈ જીવણભાઈ ઝુંઝા જાતે ભરવાડની માલિકી વાળું મકાન આવેલ છે જે તેણે પરપ્રાંતીય વ્યક્તિને છેલ્લા એકાદ વર્ષથી ૩૫૦૦ ના ભાડાથી ભાડે આપ્યું હતું અને તે અંગેની તેણે પોલીસ સ્ટેશનને જાણ કરી ન હતી જેથી કરીને જાહેરનામાના ભંગ સબબ હાલમાં મકાન માલિક જયેશ જીવણભાઈ ઝુંઝા જાતે ભરવાડ રહે નવલખી રોડ લાઇનસનગર વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરી મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News