મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

વિકાસ પથના રાહબર  નરેન્દ્ર  મોદીનાં જન્મદિને વિવિધ સેવાકાર્ય - વિનોદ ચાવડા


SHARE







વિકાસ પથના રાહબર  નરેન્દ્ર  મોદીનાં જન્મદિને વિવિધ સેવાકાર્ય - વિનોદ ચાવડા


અપાર ઉર્જાસ્ત્રોત, પ્રભાવશાળી કાર્ય સાધક ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જીવન
સાફલ્ય ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪ માં વર્ષનાં મંગલપ્રવેશે તેમની દિધાર્યું અને સ્વસ્થ તંદુરસ્તીની મંગલ કામના કરતાં
દેશભરમાં જન્મદિન ઉજવણીનાં ભાગરૂપ અનેકવિધ સેવા કાર્યો થયા છે.કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ
ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા કચ્છ જિલ્લા ભાજપ યુવા મોર્ચા તરફથી સાંસદ ખેલ મહોત્સવ
અને પ્રધાનમંત્રી લોક કલ્યાણ મેળો તથા બલ્ડ ડોનેશન કેમ્પ અને કૂપોષીતો ને સુપોષિત કિટના વિતરણ સાથે ૭૩
કિલોની કેક કટિંગ સહ મોદીજી નો જન્મદિન ઉજવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને
વિકાસનાં મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારતને મજબૂત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ
સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વાસ્થ્ય અને
દિધાર્યુંની પ્રાર્થના સાથે વિકાસ વંચિતો, દિવ્યાંગોને સરકારી યોજના અને કચ્છ જિલ્લા ભાજપ યુવા મોર્ચા -
વિવિધ સંસ્થાઓ સહયોગે વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન
કરવામાં આવેલ છે.તેમજ કચ્છભરમાં મોદીનાં જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજીત કરવામાં
આવેલ, ભુજની શાન ભુજીયાની તળેટીમાં સ્મૃતિવન મધ્યે આવેલ રિજયોનલ સાયન્સ સેન્ટર મધ્યે ૭૩ કિલોની કેક
કટીંગ કરવામાં આવેલ, કૂપોષિત બાળકોને કીટ વિતરણ, જી.કે.જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ, આંબેડકર
ભવન-ભુજ મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો આયોજીત કરવામાં આવેલ, શ્રી હરી શાંતિનિકેતન વૃધ્ધાશ્રમ -
માધાપર વડીલજનને ભોજન તેમજ કે.સી.આર.સી. ભુજમાં રાશનકીટ, સ્વાસ્થય વર્ધક કિટના વિતરણ સહિત
અનેક સેવકાર્યો દ્વારા જન્મદિન ઉજવાયો હતો તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું સપ્તાહ દરમ્યાન
“સાંસદ ખેલ સપ્તાહ” સમાપન સમારોહ યોજવામાં આવેલ.

જન્મદિન મહોત્સવમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ,
જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ,
ધવલભાઈ આચાર્ય, ભાજપા યુવા મોર્ચાનાં પ્રમુખ તાપસભાઈ શાહ, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન
સોલંકી, ભાજપ મહિલા મોર્ચાનાં અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર,  બાલકૃષ્ણ મોતા, મહિદીપસિંહ જાડેજા,
કમલભાઈ ગઢવી, હેમેન્દ્રભાઈ જણસારી, હિતેષભાઈ ખંડોલ, દિનેશભાઈ ઠક્કર, ભીમજીભાઈ જોધાણી, પ્રકાશભાઈ
ડગરા, પ્રફુલસિંહ જાડેજા, પ્રેમજીભાઇ મંગેરિયા ઉપસ્થિત રહ્યાં હતા.તેમ કાર્યાલય મંત્રી જગદિશગિરિ ગોસ્વામીએ યાદિમાં જણાવેલ છે.




Latest News