મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને કારખાનામાંથી ભાગીદારી છૂટી કરતાં ભાગીદારોએ જ કરી ૬૫ લાખની છેતરપિંડી


SHARE













મોરબીના યુવાને કારખાનામાંથી ભાગીદારી છૂટી કરતાં ભાગીદારોએ જ કરી ૬૫ લાખની છેતરપિંડી

મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોનીપાર્ક પાસે સાનિધ્ય પાર્કમાં રહેતા યુવાને માળિયા તાલુકાના ખાખરેચી ગામ પાસે આવેલ એમ.બી. સિરામિક એલએલપી કારખાનામાં ભાગીદારી કરી હતી અને ભાગીદારી છૂટી કરતા સમયે ૧.૧૫ કરોડ રૂપિયા બે ભાગમાં આપવાની બાહેધરી આપવામાં આવી હતી જોકે ૫૦ લાખ રૂપિયા આપ્યા બાદ બાકીના ૬૫ લાખ રૂપિયા ન આપવામાં આવ્યા હોવાથી વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની યુવાને તેના બે પૂર્વ ભાગીદાર સહિતના ત્રણ વ્યક્તિઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક નજીક સાનિધ્ય પાર્કમાં અવધ બી એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ ઉર્ફે ચિરાગભાઈ જગદીશભાઈ પટેલ (૩૯)એ હાલમાં તેના બે પૂર્વ ભાગીદાર મુકેશભાઈ બચુભાઈ લીખીયા રહે. ૧૦૨ સંગમ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેશન સામે મોરબી તથા ગૌરાંગભાઈ મગનભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી સનાળા રોડ મોરબી તેમજ રાકેશભાઈ ચુનીલાલ પટેલ રહે, સરદાર સોસાયટી પરીન પેલેસ સનાળા રોડ મોરબી વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે એમ.બી. સિરામિક એલએલપીમાં ભાગીદાર હોય તેણે બજારમાંથી તેમજ સગા સંબંધીઓ પાસેથી પૈસા મેળવીને એમ.બી. સિરામિક એલએલપી ચલાવવા માટે વર્ષ ૨૦૨૦ થીઓ ૨૦૨૧ સુધીમાં ૧.૯૫ કરોડ રૂપિયા ફેક્ટરીમાં મુકેશભાઈ બચુભાઈ લીખીયાને આપેલ હતા અને એમ.બી. સિરામિક એલએલપી નુકસાનીમાં જતા ફરિયાદીને એમ.બી. સીરામીક એલએલપીની પાર્ટનરશીપ રીટાયર્ડ એગ્રીમેન્ટમાં સહી કરવા બદલ ત્રણેય આરોપીઓએ ૧.૧૫ કરોડ બે ભાગમાં આપવાની બાંહેધરી આપી હતી જેથી ફરિયાદીએ એમ.બી. સીરામીક એલએલપીની પાર્ટનરશીપ રીટાયર્ડ એગ્રીમેન્ટમાં સહી કરી આપી હતી અને ત્યારે ૩૦/૬/૨૨ ના રોજ તેને ૫૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જોકે, બાકીના ૬૫ લાખ રૂપિયા હજુ સુધી તેને આપવામાં આવેલ નથી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તેના બે પૂર્વ ભાગીદાર સહિત ત્રણ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી. બાબરીયા ચલાવી રહ્યા છે






Latest News