મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી આવેલા રાજકોટના યુવાનને પત્ની સાથે સમાધાન કરી લેવા બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી


SHARE













મોરબી આવેલા રાજકોટના યુવાનને પત્ની સાથે સમાધાન કરી લેવા બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી

રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી કોમ્પ્લેક્સની સામેના ભાગમાં આરએમસીની આવાસ યોજનામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે સમાધાન કરી લેવા બાબતે તે મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીર આશ્રમ નજીક હતો ત્યારે ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી કોમ્પલેક્ષની સામેના ભાગમાં આરએમસીની આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મનીષભાઈ ગોવિંદભાઈ સોલંકી જાતે અનુ. જાતિ 32 એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફેજલ સંધિ અને રાકેશભાઈ રાઠોડ રહે. બંને નવા નાકા પાસે ખંભાળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની પત્ની સાથે તેને સમાધાન કરી લેવા માટે થઈને ગત તા. ૨/૧૨/૨૨ ના રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં તે એકલો મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીર આશ્રમ નજીક હતો ત્યારે ત્યાં ફોન ઉપર ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની આગળની તપાસ પી.એસ.આઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે






Latest News