મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સામાપક્ષેથી વૃદ્ધ દ્વારા ત્રણ શખ્સોની સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા જાતે વાલ્મિકી (૬૨)એ ભલાભાઇ નાથાભાઈ ઝાલાઝાલાભાઇનો દીકરો ચનો અને સુમલો રહે ત્રણેય મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દીકરા તથા પૌત્રએ આરોપીના ભત્રીજા રવિન્દ્રભાઈને મારામારી કરીને છરી મારી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધોકા લઈને તેના ઘરે આવ્યા હતા અને છૂટા પથ્થરના ઘા કરીને તેમજ ફરિયાદી અને સાહેદોને ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને તેઓને ઈજા થઈ હતી ત્યારે લલિતભાઈને હાથ અને પગમાં ઇજા થઈ હતી તો મંજુબેનને મોઢા ઉપર મૂઢ ઈજા થઈ હતી અને આરોપીઓએ તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભલાભાઇ નાથાભાઈ ઝાલા (૪૦)ચંદ્રેશ ઉર્ફે ચનો ભલાભાઇ ઝાલા (૨૦) અને સૂઝલ ઉર્ફે સુમો અતુલભાઈ ઝાલા (૧૮) રહે, ત્રણેય લીલાપર રોડ જેલની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News