મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દવા પી જવાના જુદાજુદા બનાવોમાં ભોગ બનેલ સગીર, યુવાન અને મહીલા સારવારમાં


SHARE













મોરબીમાં દવા પી જવાના જુદાજુદા બનાવોમાં ભોગ બનેલ સગીર, યુવાન અને મહીલા સારવારમાં

મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા ધ્રુવ સુરેશભાઈ રાયકા નામના ૧૬ વર્ષના સગીરે અગમ્ય કારણોસર કોઈ દવા પી લીધી હતી જેથી તેને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ હાથ ધરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના જેતપર ગામે મોડી રાત્રિના મહેશભાઈની વાડીએ કોઈ અગમ્ય કારણોસર દવા પી જવાથી અનિલ રમેશભાઈ પસાયા (ઉંમર ૨૨) નામના આદિવાસી યુવાનને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા ઉર્વશીબેન કોઠારીયા નામના ૨૯ વર્ષીય મહિલાએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધેક્રિષ્ના પાર્ક વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેઓને આયુષ હોસ્પિટલને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પતિ સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા ઉર્વશીબેને ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

માધાપરા મારામારી

મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.પોલીસોના જણાવ્યા પ્રમાણે માધાપરા વિસ્તારમાં રહેતા નિર્મળાબેન ભરતભાઈ મગનભાઈ કણજારીયા જાતે સતવારા નામની ૪૬ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા તપાસ માટે પહોંચ્યા હતા.જ્યાં નિર્મળાબેન કણજારીયાએ તેઓના ઘર પાસે રહેતા મનિષાબેન ભાવેશભાઈ ભરતભાઈ કણજારિયા અને અભિભાઈ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, 'ઘર કંકાસની વાતને લઈને અમારા ઘરે ન આવવુ' તેમ કહેતા સામેવાળા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને લાતો તથા ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા રૂગનાથભાઈ દેવશીભાઈ અઘારા નામના ૭૨ વર્ષના આધેડ પોતાનું એકટીવા લઈને જતા હતા ત્યારે શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે અજાણ્યા રીક્ષા ચાલકે તેમના એક્ટિવને પાછળના ભાગેથી હડફેટે લીધું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલા રૂગનાથભાઈ અઘારાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફના વી.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.






Latest News