મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ ગામડાઓમાં શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ


SHARE













મોરબી જિલ્લાના વિવિધ ગામડાઓમાં શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા હી સેવામાસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા હી સેવા૨૦૨૩ની ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુક્ત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપી લોકોને આ ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યા છે.

આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મહેન્દ્રપૂર, મોરબી તાલુકાના આંદરણા, હળવદ તાલુકાના દિઘલિયા, માળિયા તાલુકાના રાસંગપર, વાંકાનેર તાલુકાના પંચાસર તેમજ જેપુર સહિતના ગામડાઓમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે એસ.બી.એમ.જી. યોજના હેઠળ શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના એચ.આર.ડી. કન્સલટન્ટ નરસંગ છૈયા, સ્વચ્છ ભારત મિશન કન્સલટન્ટ ચેતનસિંહ પરમાર, જિલ્લા કોર્ડિનેટર ભાવેશભાઈ વાઢેર અને તાલુકા કક્ષાના કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમોમાં ગામના સરપંચઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યમાં ગામના લોકો સહભાગી બન્યા હતા.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન, લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું  છે. ઉપરાંત ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ગામડાઓ સ્વચ્છ બને તે માટે સ્વચ્છતા હી સેવાઅંર્તગત ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયામાં સ્વયંભૂ જોડાઈને લોકો આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે.






Latest News