મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વધુ બે વિકેટ પડી: માળીયા (મી) તાલુકાના તરઘરી-સરવડ ગામના સરપંચને ડીડીઓએ કર્યા સસ્પેન્ડ


SHARE













વધુ બે વિકેટ પડી: માળીયા (મી) તાલુકાના તરઘરી-સરવડ ગામના સરપંચને ડીડીઓએ કર્યા સસ્પેન્ડ

માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા બે ગામના સરપંચોને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે જેમાં તરઘરી ગામના સરપંચને હથિયાર ધારા તથા સરવડ ગ્રામ પંચાયતના સરપંચને મારામારીના ગુનામાં સંડોવણી સામે આવી હતી જેથી કરીને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તે બંને સરપંચોને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા છે.

મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા માળીયા તાલુકાનાં જુદાજુદા બે ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે જેમાં માળીયા તાલુકાના તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એમ.વી.એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી તે માટે તેને સસ્પેન્ડ કરેલ છે આવી જ રીતે સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા સામે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને જી.પી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેથી તે બન્ને સરપંચોને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૯(૧) હેઠળ સસ્પેન્ડ કરવામાં આવેલ છે 






Latest News