મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી :રાજસ્થાની તરુણીનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ


SHARE













મોરબી :રાજસ્થાની તરુણીનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ

ભૂલી પડેલી તરુણી ને આશ્રય અપાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મોરબી

ગત તારીખ.૨૬-૯ ના રોજ એક જાગૃત વ્યક્તિ દ્વારા ૧૮૧ પર ફોન આવેલ કે ૧૬ વર્ષની આસપાસની ઉંમરની દીકરી મળી આવેલ છે અને ભૂલા પડી ગયેલ હોય તેવું લાગે છે માટે મદદની જરૂર છે ત્યારબાદ ૧૮૧ ટીમનાના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દિપ્તીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોંચે સૌપ્રથમ તે દીકરીને સાંત્વના આપેલ ત્યારબાદ દીકરીનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ રાજસ્થાન ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય ત્યારબાદ દીકરીને સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના ઘરનું સરનામું જણાવવા માટે જણાવેલ તો તેમણે તેવો રાજસ્થાન ના હોય તેવું જણાવતા તેમના માતા પિતાનું ફોન દ્વારા કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય તેઓ પણ તેમની દીકરીને ક્યારના શોધતા હોય તેમની દીકરીને સમજાવે કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમજ તેમના માતા-પિતા તેમની દીકરીને લેવા આવવા માટે જણાવતા લાંબા ગાળાનું કાઉન્સલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી તેના પરિજનો પહોંચે નહિ ત્યાં સુધી સુરક્ષીત આશ્રય અપાવવામાં આવેલ.તરુણીના પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો॰






Latest News