મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ
01-10-2023 02:13 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં ચાલતી મોરારિબાપુની કથામાં લોકોને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા ચાલુ કરે : મહેશરાજ્યગુરૂ
મોરબીના નાની વાવડીમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ થયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાની આસપાસના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુમાં વઘુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે કથા સ્થળે આવવા જવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ તેવી માંગ કોંગી અગ્રણીએ કરેલ છે.
લોકો દૂર દૂરથી કથા સાંભળવા માટે આવતા હોય લોકોને ભાડાના વાહનમાં વઘુ ભાડા આ મોઘવારીના સમયમાં ચૂકવવા ન પડે અને લોકો તકનો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ ચર્ચા લોકોના મુખે સાંભળવામા આવે છે ત્યારે લોકોના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર લોકોને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજાને બસના રૂટ અને સમય પત્રક જાહેર કરશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ માંગણી કરેલ છે.