વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE











મોરબીના બંધુનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનુ સારવારમાં મોત નીપજયું હતું અને બાઈકમાં બેઠેલા અન્ય એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલમાં ઢુવા ચોકડી પાસે આવેલ ભુપતભાઈની ઓરડીમાં રહેતા અજયકુમાર ભૂરારામ રાજભર (ભારદ્વાજ) (૩૩)એ હાલમાં ટ્રક ટેલર નં જીજે ૩૬ ટી ૯૮૫૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે નિર્ભયકુમારના બાઈક નં જીજે ૧૦ ડીએચ ૩૮૭ ને આરોપીએ તેના ટ્રક ટ્રેલરથી પાછળથી હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી રોડ ઉપર નીચે ઢસડાતા તેને શરીરે ઇજા અને ફ્રેક્ચર થયેલ હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે બાઈક ચાલક નિર્ભયકુમાર બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર (ભારદ્વાજ) (૪૦)ને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને નાસી ગયેલ હતો જેથી કરીને ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News