હળવદના સુસવાવ ગામે માવતરે રહેતી પરિણીતાને કારીવાર બાબતે પતિ-સાસુનો ત્રાસ
મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી
SHARE
મોરબીના ઘૂટું નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી
મોરબી નજીકના ઘૂટું ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની બહારના ભાગમાં બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ શ્રીમ સીરામીકમાં કામ કરતા અને ત્યાં લેબર ક્વાર્ટરમાં રહેતા નંદકિશોરભાઈ રામપ્રસાદભાઈ સોની (૪૧)એ હાલમાં અજાણ્ય શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રીમ સીરામીકમાં તેઓના લેબર કવાર્ટરની બહારના ભાગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એચડી ૯૮૮૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી હિતેશભાઈ પ્રભાતભાઈ સરેલા જાતે કોળી (૨૯) રહે નાગડાવાસ વાળા તેનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૮૯૪૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની બાઈકમાં પાછળના ભાગે નિલેશભાઈ બેઠેલા હતા અને ગાળા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડની કટમાં આઇસર નંબર જીજે ૧૪ ઝેડ ૨૦૬૭ ના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી વાળી લેતા સામેથી આવતા ફરિયાદીના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદીને જમણા પગમાં ફ્રેક્ચર અને બંને હાથની કોણીમાં અને ડાબા પગમાં ઇજાઓ થયેલ હતી જ્યારે નિલેશભાઈને જમણા પગની પેનીમાં અને માથામાં ઇજા થવાથી ટાંકા આવેલ છે બને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હિતેશભાઈ સુરેલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે