વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

લોકમત ગમે તે રીતે લઈ શકાય છે, સાધુનો મત લેવો જોઈએ કેમ કે, સાધુને ખરીદી ન શકાય: મોરારી બાપુ


SHARE











લોકમત ગમે તે રીતે લઈ શકાય છે, સાધુનો મત લેવો જોઈએ કેમ કે, સાધુને ખરીદી ન શકાય: મોરારી બાપુ

મોરબીમાં નાની વાવડી પાસે આવેલ કબીરધામના આંગણે ચાલી રહેલી રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું આપણે ત્યાં શબ્દ ત્રિકોણ, ત્રિપુટી ઘણી છે. અહીં આપણે શ્રદ્ધા,શ્રદ્ધેય અને શ્રાદ્ધ વિશે વાત કરીએ છીએ.શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે કેન્દ્રમાં પુલ હોનારતના દિવંગતો જે આપણા માટે શ્રદ્ધેય છે. આપણને આપણી શ્રદ્ધા મુકવાનું સલામત લોકર એ જ શ્રધેય. શ્રદ્ધાનો આપણે ત્યાં ખૂબ મોટો મહિમા થયો છે. ગીતા એમ કહે છે કે, શ્રદ્ધા વગર જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. વિશ્વાસ જ ભક્તિને પ્રાપ્ત કરી શકે એવું રામચરિત માનસ કહે છે.શ્રદ્ધાના ઘણા પ્રકારો છે.રામચરિત માનસને કેન્દ્રમાં રાખીને, સંતો ગ્રંથોની કૃપાથી ઘણી શ્રદ્ધા વિશે વાત કરી શકાય. આપણે ત્યાં ઘણા જ ગ્રંથો છે કબીર સાહેબની પરંપરામાં અનેક પ્રકાશિત ગ્રંથો કે જેના ઉપર મહાપુરુષોએ પોતાના ભાષ્યો કર્યા છે. મને કબીર શબ્દ બ્રહ્મમાં જ બધું જ સમજાય ગયું. આ એક જ શબ્દની આસપાસ બધા ગ્રંથો રાસડા લે છે, કેન્દ્ર તો કબીર છે.

બાપુએ કહ્યું કે નવરાત્રિ ઉપર બરસાનામાં જે કથા કરવા જઈ રહ્યો છું ત્યાં નિંબાર્કાચાર્ય રચિત રાધાષ્ટક પર માનસ રાધાષ્ટક પર બોલવાની ઈચ્છા છે. રાધા અષ્ટક તો ઘણાએ લખ્યા પણ નિંબાર્કાચાર્યએ અલગ પ્રકારનું અષ્ટક રચ્યું છે.શબ્દો અને વિચારો પણ એ જ આપશે.કિશોરી તેરી ચરણન કી રજ-જે રજ શિવ બ્રહ્માદી પણ ચાહે છે.બધા જ મહાપુરુષો રજમાત્ર કૃપા કરે એવું આપણે ઇચ્છીએ કારણકે વધારે કૃપા આપણે પચાવી પણ નહીં શકીએ.પાંચ પાંડવોમાં ધનંજય! તું મારી વિભૂતિ છે એવું કૃષ્ણ કહે છે એ અર્જુન કૃષ્ણ કૃપા પચાવી શક્યો નથી. કરુણા કૃપાનો ઢગલો કર્યો ત્યાં આંખો અંજાઈ ગઈ અને કહે તું હતો એવો જ થઈ જા! એક રજ માત્ર કૃપા જ દે. તુલસી કબીર સાહેબને જોઉં ત્યારે પાંચ પાંચ બ્રહ્મ દેખાય છે.

આટલું જ નહીં હવે તો કથા પણ મશીન કરશે તેવું કહીને બાપુએ કહ્યું હતું કે, મશીન કથા વાંચી શકે પરંતુ મશીન ભાવ અને વિવેક ક્યાંથી લાવશે! અને જે વ્યક્તિ વિવેકભાવ ગુમાવે છે તે તમામ મનુષ્ય નહીં મશીન જ છે દરેક વ્યક્તિ માટે માતા, પિતા, ઇષ્ટ ગ્રંથ, આચાર્ય અને સદગુરુ સૌથી મોટું તીર્થ સ્થાન છે અને તેમણે એવું પણ કહ્યું હતું કે, “લોકમત ગમે તે રીતે લઈ શકાય છે, સાધુનો મત લેવો જોઈએ કેમ કે, સાધુને ખરીદી ન શકાય” અંતમાં નરસિંહ મહેતાએ શ્રાધ્ધ કરીને જે નાત જમાડી હતી તેની વાત કરી હતી






Latest News