મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવડીયા ગામની પરણીતાને પતિ સહિતના સાસરિયાંનો ત્રાસ


SHARE











હળવદના નવા દેવડીયા ગામની પરણીતાને પતિ સહિતના સાસરિયાંનો ત્રાસ

હળવદ તાલુકાના નવા દેવડીયા ગામે રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસતીયઓ દ્વારા ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને મારકૂટ કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી કરીને મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ નવા દેવળીયા ગામના રહેવાસી અને હાલમાં વેગડવા ગામે માવતરના ઘરે રહેતા શ્રદ્ધાબેન નયનભાઈ ભાડકા જાતે રબારી (૨૩) એ તેના પતિ નયનભાઈ શીવાભાઈ ભાડકા, સસરા શીવાભાઈ રાજાભાઈ ભાડકા, સાસુ લક્ષ્મીબેન શીવાભાઈ ભાડકા, જેઠ પરેશભાઈ શિવાભાઈ ભાડકા અને જેઠાણી નિમુબેન પરેશભાઈ ભાડકાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઘરકામ બાબતે મેણાં ટોણાં મારીને તથા નાની નાની બાબતોમાં તેઓની સાથે અવારનવાર મારફૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News