હાઈટેક ચોર!: ગૂગલ મેપથી મંદિર શોધીને મોરબી સહિત ૧૦ જગ્યાએ ચોરી કરનારા બે પૈકીનાં એક આરોપીની ધરપકડ
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઇન્સ્ટગ્રામમાં વિડીયો મૂકીને ગાળો-ધમકી
SHARE
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઇન્સ્ટગ્રામમાં વિડીયો મૂકીને ગાળો-ધમકી
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપવામાં આવી છે જેથી કરીને આ વિડીયો ધ્યાન ઉપર આવતા ભાજપના કાર્યકર દ્વારા હાલમાં વિડીયો અપલોડ કરનાર શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે આવેલ અમૃત વાટિકા સોસાયટીમાં રહેતા જયદીપભાઇ મનસુખભાઈ દેત્રોજા જાતે પટેલ (૩૭)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને મહેશભાઈ બોરીચાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મહેશ બોરિચા નામના શખ્સ દ્વારા બેફામ ગાળો આપવામાં આવી રહી છે જે વિડિયો તેઓના ધ્યાન ઉપર આવતા તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના કાર્યકર હોય તેમણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાજપના ધારાસભ્યને સોશિયલ મીડિયાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર વિડીયો મૂકીને બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે