મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતો યુવાન એસીડ પી જતાં સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીમાં રહેતો યુવાન એસીડ પી જતાં સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ ભીમસરમાં રહેતો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ભૂલથી ગ્લાસમાં ભરેલ એસીડ પી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં આવેલ ભીમસરમાં રહેતા દેવજીભાઈ ઠાકરશીભાઈ વાણીયા જાતે અનુ. જાતી (૩૦) પોતે પોતાના ઘરે હતા ત્યારે ભૂલથી તેઓ પાણીની જગ્યાએ ગ્લાસમાં ભરેલ એસિડ પી જતાં તેને પ્રથમ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં તેને તબિયત સારી રહેતી ન હોવાથી તેને રાજકોટ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે સર્કિટ હાઉસની ફૂટપાથ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે ફૂલ મળીને ૭૬૦ ની કિંમતના મુદ્દામાલ સાથે તે બંનેની ધરપકડ કરી હતી જેમાં મુકેશભાઈ ભીમજીભાઈ ભાંભી જાતે અનુ. જાતિ (૪૦) રહે આંબેડકર કોલોની છેલ્લી શેરી વાલ્મિકી સમાજ પાસે વીસીપરા અને અનવરભાઈ બાવાભાઈ મોવર જાતે મિયાણા મુસ્લિમ (૪૪) રહે મદીના સોસાયટી વીસીપરા મોરબી વાળાનો સમાવેશ થાય છે








Latest News