મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે રસોઇ બનાવવા બાબતે પતિ સાથે અણ બનાવ થતા ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE













હળવદના રાણેકપર ગામે રસોઇ બનાવવા બાબતે પતિ સાથે અણ બનાવ થતા ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાને રસોઈ બનાવવા બાબતે પતિ સાથે અણ બનાવ થયો હતો જે બાબતને લાગી આવતા તે મહિલાએ ઝેરી દવા પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે જેથી કરીને આ બનાવની મૃતકના પતિએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના ભાખા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામે સંજયભાઈ ભીખાભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રામાભાઇ સન્નાભાઈ ભીલના પત્ની ચકુબેન રામાભાઇ ભીલ (૩૦) નામના મહિલા ગત ત ૩૦/૮/૨૩ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં હતા ત્યારે ત્યાં ઝેરી દેવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક ચકુબેનના પતિ રામાભાઈ છનાભાઈ (૩૦) રહે હાલ રાણેકપર ગામની સીમ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ. આલ ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ સાથે રસોઈ બનાવવા બાબતે અણ બનાવ થયો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું છે




Latest News