માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

બોલે તેના બોર વેચાઈ !: મોરબીમાં દારૂના દૂષણની મહિલાઓએ ફરિયાદ કરતાં પોલીસ દોડતી


SHARE













બોલે તેના બોર વેચાઈ !: મોરબીમાં દારૂના દૂષણની મહિલાઓએ ફરિયાદ કરતાં પોલીસ દોડતી

મોરબીના વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા એસપી કચેરીએ જઈને ગઈકાલે તેઓના વિસ્તારની આસપાસમાં દેશી દારૂના અડ્ડા ચાલુ હોવાની અને દારૂડિયાનો ત્રાસ હોવા લેખિત ફરિયાદ કરી હતી ત્યારબાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળ મફતિયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૬૦ લિટર આથો, દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ૩૪૭૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી છે

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર દેશી અને વિદેશી દારૂ, ડ્રગ્સ તેમજ ગાંજો વિગેરે બધી જ વસ્તુઓ છૂટથી વેચાતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા એસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને તેઓના વિસ્તારની આસપાસમાં દેશી દારૂના અડ્ડા ચાલુ હોવાની અને દારૂડિયાઓનો ત્રાસ હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળ મફતિયાપરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૬૦ લિટર આથો મળી આવ્યો હતો તથા ૩૦ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત ગેસનો એક બાટલો, એક રેગ્યુલેટર, એક ચૂલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૩૪૭૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી દિનેશભાઈ મગનભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૪૧) રહે. ભડીયાદ રોડ સાયન્સ કોલેજ પાછળ માફાતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે સાયન્સ કોલેજની પાછળના ભાગમાંથી સાત લીટર દેશી દારૂના જથ્થા સાથે પોલીસે મગનભાઈ કરસનભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૬૩) રહે. સાયન્સ કોલેજ પાછળ ભળીયાદ રોડ મોરબી વાળાની પણ ધરપકડ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના ટીકર ગામે રણ તરફ જવાના રસ્તે ચેકડેમ પાસે આવેલ બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ ૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ મહેશભાઈ ગેલાભાઈ કોળી રહે ટીકર વાળાનો હોવાનું સામે આવ્યું હતું જોકે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News