મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું નગ્ન વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ કરી બ્લેકમેલ, યુવતી સહિત બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE







મોરબીમાં સગીરાનું નગ્ન વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ કરી બ્લેકમેલ, યુવતી સહિત બે સામે ફરિયાદ: એકની ધરપકડ

વર્તમાન સમયમાં સભ્ય સમાજને લાલબત્તી સમાન ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો મોરબી વિસ્તારમાં સામે આવેલ છે જેમાં ઇન્સ્ટાગ્રામથી સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ એક યુવતી દ્વારા મોકલવામાં આવી હતી અને તેની સાથે મિત્રતા કેળવવા બાદ તેને આ સગીરાનો મોબાઈલ નંબર બીજા શખ્સને આપ્યો હતો અને તેની સાથે મિત્રતા રાખવાનું કહી સગીરાને ગ્રીન ચોક પાસે આવેલ સાઈબાબાના મંદિર નજીક બોલાવી હતી ત્યાં તેની સાથે બળજબરીથી સેલ્ફી ફોટો લઈ લીધો હતો અને તેની પાસે અભદ્ર માંગણી કરી હતી તેમજ વીડિયો કોલ કરી સગીરાને નગ્ન થવા માટે થઈને મજબૂર કરી હતી અને તેનું વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને સગીરા પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરીને ૭૦,૦૦૦ રૂપિયા લઈ લીધા હતા તેમજ સોનાની એક જોડી બુટ્ટી અને ઓપો કંપનીનો એક મોબાઇલ ફોન લઈ લીધો હતો જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા હાલમાં યુવતી સહિત બે સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને એક શખ્સની ધરપકડ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતી મહિલાએ હાલમાં મિત્તલ સોલંકી રહે. રફાળેશ્વર અને કિશન રમેશભાઈ પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીની દીકરીને આરોપી મિતલ સોલંકીએ ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી અને તેની સાથે મિત્રતા કરીને તેની પાસેથી તેના મોબાઈલ નંબર લઈ લીધા હતા અને ત્યાર બાદ ફરિયાદીની દીકરીને આરોપી કિશન રમેશભાઈ પટેલની સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની દીકરીને મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ સાઈબાબાના મંદિરે મળવા માટે બોલાવી હતી ત્યાં બળજબરીથી તેની સાથે સેલ્ફી ફોટો લઈ લીધા હતા અને સગીરાની પાસે અભદ્ર માંગણી કરી હતી તેમજ સગીરાને વિડીયો કોલ કરી તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી નગ્ન થવા માટે મજબૂર કરી હતી અને ત્યારે મોબાઈલ ફોનમાં વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધૂ હતું અને તે વિડિયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને તે ધમકી આપીને અવારનવાર સગીરા પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને ૭૦ હજાર રૂપિયા જેટલી રકમ સગીરા પાસેથી લઈ લીધી હતી આ ઉપરાંત સોનાની એક જોડી બુટ્ટી તથા ભોગ બનનારનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો જેથી ફરિયાદીની સગીર દીકરી સાથે જાતીય સતામણી કરવામાં આવી હોય હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૫૪ (એ), ૩૫૪(ડી), ૫૦૬(ર), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૨૦૧૨ ની કલમ ૧૨, ૧૭, ૧૮ મુજબ ગુનો નોંધીને હાલમાં પોલીસે આ ગુનામા આરોપી કિસાન રમેશભાઈ કૈલા જાતે પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News