મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પાસેથી પોલીસે ચોરાઉ બાઈક કબ્જે કર્યું


SHARE









મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પાસેથી પોલીસે ચોરાઉ બાઈક કબ્જે કર્યું

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને અપહરણ તથા પોકસોનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલા આરોપી પાસેથી મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલ એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે.


જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપી સાહીલ ઇલીયાસભાઇ કટીયા રહે. વીશીપરા ચાર ગોડાઉન મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને સાથે રાખીને બનાવ વાળી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી ત્યારે જે બાઇક મૂકીને આરોપી ભોગબનનારને લઈને ભાગ્યો હતો તે બાઇકની વિગત પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા તે બાઇક અન્ય વ્યક્તિની માલીકીનુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને આ બાઇક ત્રણેક મહીના પહેલા આયુષ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે બાઇકને કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આ બનાવમાં પોલીસે મોરબીના પંચાસર રોડ ઉપર નારણજી ટ્રાન્સપોર્ટની સામેના ભાગમાં આવેલ મફતિયાપરામાં રહેતા બાબુભાઈ અમરશીભાઈ સોલંકી જાતે દેવીપુજક (૫૫)ની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની આયુષ હોસ્પિટલ સામેના ભાગમાં આવેલા પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૬૫૭૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News