મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને ટંકારા બસ સ્ટેશનની સફાઈ કરાઇ: ગામોગામ સ્વચ્છતા અભિયાન


SHARE









મોરબી, વાંકાનેર અને ટંકારા બસ સ્ટેશનની સફાઈ કરાઇ: ગામોગામ સ્વચ્છતા અભિયાન

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડ, વાંકાનેર બસ સ્ટેશન , ટંકારા બસ સ્ટેશન અને વાંકાનેર રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત જુદાજુદા ગામોમાં પણ જળ સ્ત્રોતની પાસે સફાઈ કરવામાં આવી હતી  અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી ૮ અઠવાડિયા સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી

'સ્વચ્છતા એજ સેવા' અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન થકી વધુ ને વધુ જન ભાગીદારીથી આ મહા અભિયાનમાં લોકોને જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ હાથ ધરી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું આવી જ રીતે ટંકારા ગામે બસ સ્ટેન્ડની સાફ કરી બસ સ્ટેન્ડને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું. ત્યારે બસ ડેપોના કર્મચારીઓ અને સ્થાનિક કર્મચારીઓ તેમાં જોડાયા હતા

તો મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. અને વાંકાનેરના રાજાવડલા ગામે પાણીના ટાંકા સહિતની સાફ સફાઈ કરાઈ હતી અને 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનને સાર્થક કર્યું હતું તથા ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીના સ્ત્રોત અને આસપાસ વિસ્તારની સફાઈ કરાઈ કરવામાં આવી હતી ત્યારે પાણીનો ટાંકો અને અવાડોની આજુબાજુમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.

વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પાલિકાના સફાઈ કામદારો, વાંકાનેર પાલિકાના સંબંધીત શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનનો સ્ટાફ અને શહેરીજનોએ ઉત્સાહભેર જોડાયા હતા અને સઘન સફાઈ ઝુંબેશ થકી સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા પોતપોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હતું.




Latest News