મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદથી વતનમાં મેળામાં જવાની માતા-પિતાએ ના પડતાં સગીરાએ ના કરવાનું કર્યું


SHARE













હળવદથી વતનમાં મેળામાં જવાની માતા-પિતાએ ના પડતાં સગીરાએ ના કરવાનું કર્યું

હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસે વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને શરદપૂનમનો મેળો કરવા માટે થઈને વતનમાં જવું હતું અને માતા-પિતાએ કામ હોવાથી વતનમાં જવાની ના પાડી હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેજને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતક દીકરીના પિતાએ હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂડ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઇ ગીરીશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ તડવી જાતે બારીયા કોળી (૪૫) ની ૧૫ વર્ષની દીકરી રેશાબેન શંકરભાઈ તડવીએ મકાનના ધાબામાં લગાવેલ હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક રેસાબેનને સરદપુનમના મેળામાં વતનમાં જવું હતું અને તેના માતા પિતાએ કામ હોવાથી જવાની ના પાડી હતી જેથી કરીને તે સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એમ. સદાદિયા ચલાવી રહ્યા છે




Latest News