મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા પાટીયા પાસે કારખાનામાં પેપર બેલ માથે પડતાં યુવાનનું મોત


SHARE









હળવદના કવાડિયા પાટીયા પાસે કારખાનામાં પેપર બેલ માથે પડતાં યુવાનનું મોત

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ એસ્ટ્રોન પેપર મીલમાં કામ કરતા યુવાનના માથા ઉપર પેપર બેલ પડતા તેને માતાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કવાડિયા પાટીયા પાસે સુખપર ગામની સીમમાં આવેલ એસ્ટ્રોન પેપર મીલ ખાતે રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભરોસાભાઈ નાનુલાલભાઈ ભાસોડ (૪૭) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે મીલમાં પેપર બેલ માથા ઉપર પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની ક્રિષ્નાબાઇ ભરોસાભાઈ ભાસોડ (૪૫) રહે. હાલ એસ્ટ્રોન પેપર મીલ કોલોની કવાડિયા પાટીયા પાસે હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ સાથે પકડાયો

ટંકારા તાલુકાના મીતાણા ગામે આવેલ પ્રભુનગર ગામના પાટીયા પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં ૨૦૦ એમએલ જેટલૂ કેફી પ્રવાહી મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે કાર નંબર જીજે ૩૬ એએફ ૮૮૦૫ તથા કેફી પ્રવાહી કબજે કર્યું હતું અને ધનંજય શાંતિલાલ માકાસણા જાતે પટેલ (૩૨) રહે. સંગમ બીજ ૬૦૨ કેનાલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News