મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું મોત


SHARE







હળવદ નજીક બાઇકને કાર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું મોત

હળવદ જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તેવો પોતાનું બાઈક લઈને ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જીઆઇડીસીની સામેના ભાગમાં રોડ ઉપર કાર ચાલકે તેઓના બાઇકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધને માથા, ડાબા હાથ તેમજ શરીરે ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ છે જેથી હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા મેહુલભાઈ વિહાભાઇ સરૈયા જાતે ભરવાડ (૨૦)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડી નંબર જીજે ૧૯ એએ ૦૦૯૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા બાઈક નંબર જીજે ૧૮ એએસ ૦૭૪૯ લઈને વિસામો હોટલની પાછળના ભાગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય ત્યાં જઈ રહ્યા હતા ત્યારે હળવદ માર્કેટયાર્ડ સામે નવજીવન વિકલાંગ આશ્રમ પાસે હાઇવે રોડ ઉપર તેઓના બાઈકને ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને માથા, ડાબા હાથ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હોસ્પિટલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા નાનુબેન વાલજીભાઈ પરમાર (૬૪) નામના વૃદ્ધાને મોરબી શહેરના નગર દરવાજા ચોક પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ, ચાવડા ચલાવી રહ્યા છે






Latest News