મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન


SHARE









મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન

‌મોરબીમાં સામાજિક તંદુરસ્તીની ખેવના કરતા, મોરબીના કોમન મેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનની ત્રીજા ચરણની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં તમાકુના ચૂંગાલમાંથી મુક્ત થવા અનેક વ્યક્તિઓ જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ સભ્યોએ સંતાનના સોગંદ લઈ તમાકુ મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી અને સંકલ્પ બંધ થયા હતા

કોમન મેન ફાઉન્ડેશનના આ વિશિષ્ટ અને કસોટી કારક અભિયાનમાં મોરબીના વિવિધ મેડિકલ શાખાના ડોક્ટરો અહીં જોડાયા છે. જેમણે વક્તવ્યો દ્વારા તમાકુના સેવનથી પેદા થતી જીવલેણ બીમારીઓ જેમકે કેન્સર વિશે સભ્યો અને શ્રોતાઓને વાકેફ કર્યા. તદ ઉપરાંત તમાકુ છોડવાથી થતી અતિ સામાન્ય અને મન ઘડંત આડ અસરો વિશે વિસ્તૃત છણાવટ કરી તમાકુ છોડવા પ્રેરિત કર્યા હતા આ મિટિંગમાં ફિઝિશિયન ડો. વિજય ગઢીયા, ડો. દીપક અઘારા, સાઇકીયાટ્રીક ડો. ધર્મેશ મણિયાર, ડો. દીપ ભાડજા, ડો. ભવ્ય ભાલોડીયા, ચેસ્ટ ફિઝિશિયન ડો. ભાવિન ગામી, ડેન્ટિસ્ટ ડો. વિપુલ કોટેચા વગેરે વક્તવ્ય આપ્યા, તદુપરાંત તમાકુ છોડવાથી કોઈ પણ માનસિક, શારીરિક આડઅસર થાય તો વિના મૂલ્ય સારવાર કરવાનું વચન આપ્યું હતું આ મીટીંગનું સંચાલન મોરબીની પી.જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોરબીના વધુને વધુ નગરજનો તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા અને અન્યને મુક્ત કરાવવા આ અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કોમન મેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે




Latest News