મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શિશુગૃહ-વૃધ્ધાશ્રમના ઉદ્દઘાટન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE









મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શિશુગૃહ-વૃધ્ધાશ્રમના ઉદ્દઘાટન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી માં તા ૨૮થી ૩૦ સુધી મહામંડલેશ્વર ૧૦૦૮ માં કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા, અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન તેમજ શિશુગૃહ અને વૃધ્ધાશ્રમનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં સદગુરુ કેશવાનંદ બાપુની ભજનભૂમિ, સીતારામ બાપુની સાધનાભૂમિ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરીદેવીજીની પરમાર્થ ભૂમિ છે. આ ધાર્મિક સ્થળે અખંડ ભજન તથા ભોજનનો સમન્વય સધાઈ રહ્યો છે. ત્યારે ખોખરા હનુમાન હરિહરધામમાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રય તથા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્વસ્થ અને સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય એવા હેતુથી સદગુરુ વાત્સલ્યવાટીકા એટલે શિશુગૃહ તથા સમાજના એવા વડલા કે જે કોઇને કોઈ કારણથી એકલા પડી ગયેલા છે તેને આશરો, પૌષ્ટિક ભોજન તથા સન્માનપૂર્વક જીવન મળી રહે એ માટે અંદાજે બે કરોડના ખર્ચે વાનપ્રસ્થાશ્રમ એટલે વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન તા ૩૦ ના રોજ સવારે નવ વાગ્યે કરવામાં આવશે તેમજ ત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત તા ૨૮ થી રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તા. ૨૯ મીએ રાત્રે ૯:૩૦ કલાકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર કીર્તિદાન ગઢવી, ખુશાલીબેન બક્ષી તથા સાથી કલાકારો જમાવટ કરશે. આ કાર્યક્રમોમાં સંતશિરોમણી શાન્તેશ્વરાનંદજી મહારાજ, મુક્તાનંદ બાપુ (સભાપતિ, અગ્નિ અખાડા), કૈલાસ વિજચવર્ગીયજી (રાષ્ટ્રીય મહાસચિવ, ભાજપ), ઋષિકેશભાઈ પટેલ (કેબીનેટ મંત્રી આરોગ્ય), મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા અને કેશરીદેવસિંહ ઝાલા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જેન્તિભાઈ ભાડેસીયા, ધારાસભ્ય પબુભા માણેક, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા, હાર્દિકભાઈ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી,  લાખાભાઈ જારીયા, સચિવ વિનોદ રાવ, કલેક્ટર જી.ટી. પંડયા, એસપી રાહુલ ત્રિપાઠી ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના હાજર રહેશે




Latest News