મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા ગામે પ્રેમલગ્ન કરનારા યુવાન અને તેના ભાઈ ઉપર સસરા-સાળાનો કોર્ટની બહાર છરી વડે હુમલો


SHARE









હળવદના દેવળીયા ગામે પ્રેમલગ્ન કરનારા યુવાન અને તેના ભાઈ ઉપર સસરા-સાળાનો કોર્ટની બહાર છરી વડે હુમલો

મોરબી જિલ્લામાં હળવદમાં કોર્ટની બહારના ભાગમાં કોર્ટની મુદ્દે આવેલા બે સગા ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ભોગ બનેલા યુવાને હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને પ્રેમલગ્ન કરેલ છે અને તે બાબતની અદાવત રાખીને યુવતીના પિતા અને ભાઈએ તેના તેમજ તેના ભાઈની ઉપર તેઓ કોર્ટની મુદતે આવ્યા હતા ત્યારે છરી વડે હુમલો કર્યો હતો અને પિસ્તોલમાંથી ફાયરીગ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ફરિયાદી યુવાને પિસ્તોલ ઝૂંટવી લીધી હતી જેથી બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને ફરિયાદ તેમજ તેના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને તેના સસરા અને સાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે દરબાર શેરી ખાતે રહેતા અને હાલમાં જામનગરમાં ગોકુળનગર સાયોના શેરી નં-૨ ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર જાતે દરબાર (૨૭)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા અને તેના દીકરા પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે. બંને જુના દેવળિયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી યુવાને આરોપી રાજેશભાઈ ભોરણીયાની દીકરી તુલસી સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી તે બાબતની અદાવત રાખીને ફરિયાદી યુવાન તથા તેનો ભાઈ પંકજસિંહ દશરથસિંહ પરમાર હળવદમાં કોર્ટની મુદત હોવાથી ગઇકાલે બપોરે કોર્ટે આવ્યા હતા અને કોર્ટની મુદત પૂરી કરીને મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ તેઓને જાનથી મારી નાખવાની ઇરાદે ફરિયાદી તથા તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો

ત્યારે રાજેશભાઈએ ફરિયાદીને પડખાના ભાગે છરીના બે ઘા ઝીકિ દીધા હતા અને પ્રેમ ભોરણીયાએ છરીનો એક ઘા પીઠના ભાગે માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈ પંકજસિંહ પરમારને પેટના ભાગે અને શરીરના ભાગે બંને આરોપીઓએ છરીના ઘા મારીને ઇજા કરી હતી અને આરોપી રાજેશભાઈ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ બતાવી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તેની પાસેથી ફરિયાદી યુવાને પિસ્તોલ ઝૂંટવી લેતા બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા અને ભોગ બનેલ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે કોર્ટ પરિસરમાં દોડી ગયો હતો હાલમાં જીવલેણ હુમલાની આ ઘટનામાં ભોગ બનેલા યુવાન અને તેના ભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને તેના સસરા અને સાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News