મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પીવાનું પાણી સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરાઈ મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ મોરબી મહાપાલિકાનું 1132.38 કરોડનું બજેટ મંજૂર: શહેરમાં 9 મુખ્ય રસ્તા- 6 તળાવનું કરાશે બ્યુટીફીકેશન, 24 સર્કલના નવીનીકરણનું આયોજન મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા ગામે પ્રેમલગ્ન કરનારા યુવાન અને તેના ભાઈ ઉપર સસરા-સાળાનો કોર્ટની બહાર છરી વડે હુમલો


SHARE











હળવદના દેવળીયા ગામે પ્રેમલગ્ન કરનારા યુવાન અને તેના ભાઈ ઉપર સસરા-સાળાનો કોર્ટની બહાર છરી વડે હુમલો

મોરબી જિલ્લામાં હળવદમાં કોર્ટની બહારના ભાગમાં કોર્ટની મુદ્દે આવેલા બે સગા ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ભોગ બનેલા યુવાને હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને પ્રેમલગ્ન કરેલ છે અને તે બાબતની અદાવત રાખીને યુવતીના પિતા અને ભાઈએ તેના તેમજ તેના ભાઈની ઉપર તેઓ કોર્ટની મુદતે આવ્યા હતા ત્યારે છરી વડે હુમલો કર્યો હતો અને પિસ્તોલમાંથી ફાયરીગ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ફરિયાદી યુવાને પિસ્તોલ ઝૂંટવી લીધી હતી જેથી બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને ફરિયાદ તેમજ તેના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને તેના સસરા અને સાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે દરબાર શેરી ખાતે રહેતા અને હાલમાં જામનગરમાં ગોકુળનગર સાયોના શેરી નં-૨ ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર જાતે દરબાર (૨૭)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા અને તેના દીકરા પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે. બંને જુના દેવળિયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી યુવાને આરોપી રાજેશભાઈ ભોરણીયાની દીકરી તુલસી સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી તે બાબતની અદાવત રાખીને ફરિયાદી યુવાન તથા તેનો ભાઈ પંકજસિંહ દશરથસિંહ પરમાર હળવદમાં કોર્ટની મુદત હોવાથી ગઇકાલે બપોરે કોર્ટે આવ્યા હતા અને કોર્ટની મુદત પૂરી કરીને મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ તેઓને જાનથી મારી નાખવાની ઇરાદે ફરિયાદી તથા તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો

ત્યારે રાજેશભાઈએ ફરિયાદીને પડખાના ભાગે છરીના બે ઘા ઝીકિ દીધા હતા અને પ્રેમ ભોરણીયાએ છરીનો એક ઘા પીઠના ભાગે માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈ પંકજસિંહ પરમારને પેટના ભાગે અને શરીરના ભાગે બંને આરોપીઓએ છરીના ઘા મારીને ઇજા કરી હતી અને આરોપી રાજેશભાઈ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ બતાવી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે તેની પાસેથી ફરિયાદી યુવાને પિસ્તોલ ઝૂંટવી લેતા બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા અને ભોગ બનેલ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે કોર્ટ પરિસરમાં દોડી ગયો હતો હાલમાં જીવલેણ હુમલાની આ ઘટનામાં ભોગ બનેલા યુવાન અને તેના ભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને તેના સસરા અને સાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News