મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદના કિસનપુર ગામે નિંદ્રાધીન અવસ્થામાં પથારીમાંથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત


SHARE











હળવદના કિસનપુર ગામે નિંદ્રાધીન અવસ્થામાં પથારીમાંથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત

હળવદ તાલુકાના કિસનપુર ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરે રાત્રિના સુતા હતા દરમિયાન પથારી ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ હળવદ તાલુકો પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કિસનપુર ગામે રહેતા મણીબેન ભીમાભાઇ મકવાણા (૭૯) ગત તા. ૨૫/૧૨ ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે પથારી ઉપર સુતા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં કોઈ કારણસર તે પથારી ઉપરથી નીચે પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન મણીબેન મકવાણાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા શંકરભાઈ કાનજીભાઈ કંઝારીયા (૪૭) નામનો યુવાન ખીજડીયા હનુમાન મંદિર પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી આ બનાવમાં શંકરભાઈને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે




Latest News