મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાં દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ


SHARE









વાંકાનેર તાલુકમાં દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ

વાંકાનેર તાલુકાનાં લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે ખરાબમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને ૧૪,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર ત્યાં હાજર મળી આવતા તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમને લાકડધાર ગામ પાસે આવેલ તળાવ નજીક ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૮ બોટલો તેમજ બિયરના ૪૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને કુલ મળીને ૧૪,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર હાજર મળી આવતા પોલીસે તેને કબજામાં લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં તેની પાસેથી મહેશ ઉર્ફે ભૂરો ભનાભાઈ અણીયારા જાતે કોળી રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાંથી મેસરિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અજીતભાઈ બાબુભાઈ તકમરીયા જાતે કાઠી દરબાર (૩૧) રહે. જાની વડલા તાલુકો ચોટીલા વાળો મળી આવતા પોલીસે તેને ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News