મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાંથી ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ


SHARE









મોરબીમાં દુકાનમાંથી ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ

મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેમ છતાં પણ કેટલીક જગ્યાઓ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય તેવું સામે આવતું હોય છે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝનની ટીમ દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આશાપુરા સિઝન સ્ટોર ખાતે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ચાઈનીઝ દોરાની ત્રણ ફીરકી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરીને વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ઉડાવવાની મજા લેતા હોય છે પરંતુ કપાયેલ પતંગની દોરી ઘણી વખત લોકોને ઈજા કરતી હોય છે તેમજ અમુક સમયે જીવલેણ પણ સાબિત થતી હોય છે એવું અગાઉ અનેક વખત થયું છે જેને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તેમજ તુક્કલના કારણે ઘણી વખત આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જેથી કરીને તેના પણ વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેને લગતું જાહેરનામું મોરબી જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેની અમલવારી સ્થાનિક પોલીસ મથક દ્વારા કરવાની થતી હોય છે તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આશાપુરા સિઝન સ્ટોર નામની દુકાન ખાતે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ત્રણ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવડા જાતે રજપૂત (૫૩) રહે. સોમૈયા સોસાયટી, વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરમાં ભંગ સબબ ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News