મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી અને મોરબીના બિલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના સાવડી અને મોરબીના બિલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ટંકારાના સાવડી અને મોરબીના બિલિયા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ને  ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી અને ટંકારાના સાવડી ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ભાજપના આગેવાન અશોકભાઇ ચાવડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઇ વધારીયા, રસિકભાઈ દેત્રોજા, પ્રભુભાઈ કામરિયા, સંજયભાઈ ભાગીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીની ગાડી તમારા ગામે આવી છે ત્યારે સરકારી યોજનાથી કોઈ વંચિત ન રહે તેની સ્થાનિક આગેવાનો સહિતનાઓની જવાબદારી છે આવી જ રીતે બિલિયા ગામે મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જે.પી. ઉધરેજાએ  જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે, ત્યાર બાદ ઉપસ્થિત ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા. આ પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જે.પી. ઉધરેજા,  સ્થાનિક અગ્રણી, ગ્રામજનો,વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ , લાભાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News