મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામે પિતાએ મોબાઈલ લઈ લેતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી !


SHARE









હળવદના ઘનશ્યામપુર ગામે પિતાએ મોબાઈલ લઈ લેતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી !

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વાડીમાં રહીને મજૂરી કામ કરતા યુવાને તેની દીકરી પાસેથી મોબાઇલ લઈ લેતા તેને સારું લાગ્યું ન હતું જેથી કરીને તે યુવાનની દીકરીએ ખડમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની યુવતીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બાબુભાઈ કરસનભાઈ રાજપુતની વાડીએ રહેતા જગનભાઈ નંદુભાઈ નાયક જાતે આદિવાસી (૩૮) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, ઘનશ્યામપુર ગામે બાબુભાઈની વાડીએ તેઓની દીકરી રીનાબેન જગનભાઈ નાયક જાતે આદિવાસી (૨૦)એ ખડમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રીનાબેન પાસેથી તેના પિતાએ મોબાઈલ લઈ લેતા તેને સારું લાગ્યું ન હતું જેથી તેણે ખડમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની હળવદ તાલુકા પોલી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News