મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની OSEM CBSE સ્કુલ દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો


SHARE









મોરબીની OSEM CBSE સ્કુલ દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો

મોરબીમાં કેજી થી કોલેજ સુધી પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી વિશિષ્ટ ઓળખ ધરાવતા ઓસેમ ગૃપની સનાળા ખાતે ઓસેમ સ્કૂલ આવેલ છે તેના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના વિધાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનવારસાની થીમ પર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના દસ અવતારોની વિશિષ્ટ કથાને સંગીત તેમજ નૃત્યના માધ્યમથી ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી. તો સાથોસાથ ભારતના વિવિધ પ્રદેશનાં લોકનૃત્ય, ભારતીય સ્વતંત્રવીરો, નારી સશક્તિકરણ, મોબાઈલની માયાજાળ સહિતની થીમ પર એકથી એક શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરીને પ્રેક્ષકોના મન મોહી લીધા હતા આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વિવિધ ક્ષેત્રના આગેવાનો, વિવિધ સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિધાર્થીઓના પર્ફોર્મન્સને અને સંસ્થાના ભારતીય સંસ્કૃતિ જાળવણી અને બાળકોના સંસ્કાર સંવર્ધન માટે બિરદાવ્યા હતા.




Latest News