મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં બે યુવાનને રિવોલ્વર બતાવી હુમલો કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ


SHARE









મોરબીમાં બે યુવાનને રિવોલ્વર બતાવી હુમલો કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ

મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં બે કાર, એકટીવા તથા અન્ય વાહનોમાં ઘસી આવેલા દશેક ઈસમો દ્વારા કારમાં રહેલા બે યુવાનોને નિચે ઉતારીને તેઓને ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દશ જેટલા ઈસમોની સામે આર્મ્સ એકટ-રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ વાળી શેરીમાંથી કારમાં જઈ રહેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) રહે.સબ જેલ ચોક સામે રબારીવાસ મોરબી તેમજ તેની સાથે રહેલ સાહેદ કરણ સંજયભાઇ મકવાણા (૨૧) ઉપર છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, તલવાર તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બે કાર, એકટીવા તથા સ્કૂટરમાં આવેલા ૧૦ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સંજય રબારી તથા કરણ મકવાણાને કારમાંથી નીચે ઉતારીને ધોકા-પાઇપ વડે માર માર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી બાદમાં બંને યુવાનને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભાગ બનેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દેવ હકાભાઇ કુંભારવાડીયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, અંકિત, હિતુ અને તીર્થ જયસુખ કૈલા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ પાર્કિંગ બાબતે શનાળા રોડ સ્કાય મોલ પાસે છુટા હાથની મારામારી થઈ હતી જેનો ખાર રાખીને તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી તીર્થ જયસુખ કૈલા જાતે મહેશ્વરી (૨૨) રહે. દાઉદી પ્લોટ શેરી નંબર-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મારામારીમાં ઇજા
હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા આકાશ દિનેશભાઈ (૨૦) નામના યુવાનને મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા ચંદ્રિકાબેન રાજેશભાઈ રાવલ (૫૨) નામના મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને નાનીવાવડી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેઓને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ
ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દારૂની એક બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૨૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરીને આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરા નામના શખ્સની ધરપકડ કરીને તેની સામે ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News