મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના લાલપર પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ ભારતનગરમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ટોકીઝમાં ફિલ્મ જોવા માટે ગયો હતો અને ત્યાંથી પરત આવતા સમયે મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતક યુવાનના મામાએ કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની હાલમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ ભારતનગર મફતિયાપરા વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા વસંતપરી ઉમેદપરી ગોસાઈ જાતે બાબાજી (૪૮)એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૩ એચએ ૦૨૬૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના ભારતનગર ખાતે રહેતો તેમનો ભાણેજ વિશાલપુરી રમેશપુરી ગોસાઈ (૨૦) તથા તેનો મિત્ર જીતુભાઈ બંને બાઈક નંબર જીજે ૩૬ એજી ૮૮૧૦ લઈને મોરબીથી રફાળેશ્વર પાસે આવેલ ટોકીઝ ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી નજીક સર્વિસ રોડ ઉપર કાર ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના ભાણેજને માથાના ભાગે ગંભીર ઇજા  થઈ હોવાથી તેનું મોત થયું હતું જો કે, જીતુભાઈને ઇજાઑ થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના મામાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેના રાઇટરે હાલમાં આરોપી મીત કાંતિલાલ બાવરવા જાતે પટેલ (૨૫) રહે. દર્શન એપાર્ટમેંટ બ્લોક નંબર- ૩૦૧ શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા સપનાબેન મનસુખભાઈ કૈલા નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અને મૂળ ઓડિશાના રહેવાસી સૂચિસ્મિતાબેન ગોવિંદચંદ સ્વામી (ઉમર ૩૨) હાલ રહે.રફાળેશ્વર વાળાઓને રફાળેશ્વર ગામ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.જે કહાંગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પગાર મુદ્દે થયેલી બોલાચાલી બાદ સૂચિસ્મિતાબેનને માર મારવામાં આવ્યો હતો જે અંગે તપાસ ચાલુ છે.




Latest News