મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે દુકાનમાંથી મોંઘીદાટ દારૂની પાંચ બોટલ સાથે દુકાનદારની ધરપકડ


SHARE









મોરબીના એસપી રોડે દુકાનમાંથી મોંઘીદાટ દારૂની પાંચ બોટલ સાથે દુકાનદારની ધરપકડ

મોરબીના એસપી રોડ ઉપર આવેલ વાઇબ્રેશન સિલેક્શન દુકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોંઘીદાટ પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કુલ મળીને ૬,૪૯૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને હાલમાં દુકાનદારની ધરપકડ કરેલ છે જોકે તે શખ્સને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેને પણ પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર વાઇબ્રેશન સિલેક્શન નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની મોંઘીદાટ પાંચ બોટલો મળી આવતા પોલીસે ૬,૪૯૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચંદ્રેશભાઇ માધવજીભાઈ વૈષ્ણવી જાતે પટેલ (૩૮) રહે. રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ સાનિધ્ય પાર્ક વાત્સલ્ય એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૩ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સને અંકિત અરુણભાઈ રાઠોડ રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં રવિ પ્લાઝા સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી નરશીભાઈ વશરામભાઈ બાટી જાતે ગઢવી (૪૭) રહે. શોભેશ્વર મંદિર પાસે વાણીયા સોસાયટી મોરબી મૂળ રહે બાવળી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News