મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે શ્રમિકોની સલામતી માટે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું


SHARE









મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે શ્રમિકોની સલામતી માટે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

મોરબી સિરામિક એસોસિએશનના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનારનું મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય યુ.જે. રાવલની અધ્યક્ષતામાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં થતા સિલિકોસીસ નામના વ્યવસાયજન્ય રોગ માટે શ્રમયોગી નું મેડિકલ તપાસ ફોર્મ નંબર ૩૨ મુજબ તથા નવા જોડાતા શ્રમયોગી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર ૩૩ મુજબ કરાવવું જરૂરી છે તથા એલપીજી ગેસનો વપરાશ થતો હોય તેના હેન્ડલિંગ સંબંધિત તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા, ૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો તથા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીલ એસોસિયનના વિવિધ પ્રમુખશ્રીઓ વિનોદભાઈ ભાણજા, હરેશભાઈ બોપલિયા, વિપુલભાઈ તથા ડીજી પંચમિયા રિટાયર્ડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય  હાજર રહેલ તેમજ ડોક્ટર જીગ્નેશ ઝાલાવાડીયા, સર્ટિફાઇંગ સર્જન, સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન મદદનીશ નિયામક આર.જી.ચૌધરી તથા તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી પી.એમ. કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો




Latest News