મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીમાં ૨૫,૮૦૦ ના દારૂ-બીયર સાથે એકની ધરપકડ: બેની શોધખોળ


SHARE









ટંકારાના ગજડી ગામે વાડીમાં ૨૫,૮૦૦ ના દારૂ-બીયર સાથે એકની ધરપકડ: બેની શોધખોળ

ટંકારાના ગજડી ગામે વાડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની ૬૦ બોટલ અને બીયરના ૪૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બે શખસોના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા કાનાભાઈ રામાભાઈ જારીયાની વાડીએ દારૂ અને બીયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી દારૂની ૬૦ બોટલ જેની કીમત ૨૧,૦૦૦ અને બીયરના ૪૭ ટીન જેની કિંમત ૪૮૦૦ આમ કુલ મળીને ૨૫,૮૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી મદનભાઈ મેથુભાઈ માવી (૩૦) રહે. ગજડી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી આરોપી કાનાભાઈ રામાભાઈ જારીયા અને રાજુભાઈ હીરાભાઈ જારીયા રહે, બંને ગજડી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલની સૂચના મુજબ ઈમ્તિયાઝ જામ, ચેતનભાઈ કડવાતર, ભાવેશભાઈ વરમોરા, શાહિદ સીદીકી, બીપીનભાઈ શેરશીયા, દિવ્યરાજસિંહ ઝાલા, ખાલીદખાણ રફીકખાણ, સાગરભાઈ કુરિયા, શોયબભાઈ અજમાત્રા, કૌશિકભાઈ પેઢડીયા દ્વારા કરવામાં આવી હતી




Latest News