મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં હથીયારના ગુનામાં પકડાયેલા આરોપીને સારવાર માટે રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીમાં હથીયારના ગુનામાં પકડાયેલા આરોપીને સારવાર માટે રાજકોટ ખસેડાયો

 

મોરબી પોલીસ દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તેથી નીકળેલ શંકાસ્પદ ઈસમને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી હથિયાર મળી આવ્યું હતું અને એક વ્યક્તિનું નામ ખુલ્યું હતું ત્યારે બથીયારના ગુનામાં આર્મ્સ એકટ મપજબ તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને લોકઅપમાં રહેલા આ આરોપી દિનમહંમદ તાજમહમદ ભટ્ટી જાતે મિંયાણા (ઉમર ૪૮) રહે.કાલાવડ (શિતલા) વાળાને છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું રાજકોટ હોસ્પિટલ સુત્રો તેમજ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના પંચાસર ચોકડી પાસે આવેલા મહાવીરનગર વિસ્તારમાં રહેતા વેલજીભાઈ કુંવરજીભાઈ નકુમ નામના ૭૮ વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈકના પાછળના ભાગે બેસીને કામ સબબ બહાર જતા હતા ત્યારે સોસાયટી વિસ્તારમાં તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બાબતે વધુ તપાસ કરાઈ હતી.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા દાડ ઓસ્માણભાઇ માલાણી (ઉમર ૨૮) નામનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના બંધુનગર ગામ પાસે હતો અને ત્યાં બાંધકામ સાઈટ ઉપર કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ સ્ટાફના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલા સન બ્રાઇટ સીરામીક નામના યુનિટમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા અમરેશભાઈ પૃથ્વીરાજભાઇ યશ્વી નામના ૨૩ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગરએ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.




Latest News