વાંકાનેરના ઢુવા ગામે ઘરના ફળીયામાં પોલીસે ખાડો ખોદતા દારૂની ૧૦૮ મળી: એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ
મોરબીના સનાળા રોડ ઉપર ૧૦ સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર !: સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ
SHARE
મોરબીના સનાળા રોડ ઉપર ૧૦ સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર !: સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી ૧૦ સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે અને આ બાબતે અવારનવાર પાલિકામાં ટેલીફોનિક જાણ કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિક મહિલાઓ સહિતના લોકો મોરબી નગરપાલિકા કચેરી આવ્યા હતા જો કે ત્યાં વહીવટદાર કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ પાલિકામાં અડીંગો જમાવ્યો હતો અને જ્યાં સુધી તેઓની રજૂઆત સાંભળીને તેમનો પ્રશ્નનો ન ઉકેલાય ત્યાં સુધી ત્યાંથી કોઈ ઘરે જશે નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી ત્યારબાદ પાલિકાએ તેઓનો પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાઇ જશે તેવી ખાતરી આપતા મામલો થાળ પડ્યો હતો
સામાન્ય રીતે ઉનાળામાં પાણીની રામાયણ હોય તે સમજી શકાય છે પરંતુ ભાર શિયાળે મોરબી શહેરી વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે આ વાત સાંભળીને જરા પણ ચોકી જવાની જરૂર નથી કારણ કે મોરબી શહેરના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલથી આગળના ભાગમાં આવેલ દસેક સોસાયટીઓની અંદર છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે અને પાણી ન મળતું હોવાથી ત્યાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને ત્યાં રહેતા લોકો દ્વારા પાલિકામાં અવારનવાર ટેલીફોનિક રજૂઆત કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને તે લોકોને પાણીનો પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે મહિલાઓ સહિતના સ્થાનિક લોકો તે વિસ્તારના પાલિકાના માજી સદસ્ય જયંતીભાઈ વિડજા સહિતના આગેવાનોને સાથે રાખીને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જોકે સ્થાનિક લોકો જ્યારે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં તેઓની રજૂઆત સાંભળવા માટે ચીફ ઓફિસર કે પછી પાલિકાના વહીવટદાર હાજર ન હોવાથી લોકો એ રોષની લાગણી વ્યક્ત કરી હતી અને પાલિકાના પટાંગણમાં જ અડીંગો જમાવ્યો હતો અને જ્યાં સુધી તેઓની રજૂઆત સાંભળીને તેનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી કોઈ ઘરે જશે નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી જેથી કરીને પાલિકાના હેડ કલાર્ક દ્વારા તેઓની રજૂઆત સાંભળીને તેમનો પાણીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલ જશે તેવી ખાતરી આપેલ છે જોકે ખરેખર પાણીનો પ્રશ્ન ક્યારે ઉખેલા છે તે આગામી સમય બતાવશે હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ભરતનગર એક તથા બે,પટેલ કોલોની, રામનગર સોસાયટી, વૈભવનગર, ચિત્રાનગર, શિવમ સોસાયટી, શ્રીજી પાર્ક, જેવી દરેક સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી. અને છેલ્લા દસ દિવસથી લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે એના માટે જ હશે









