મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE













મોરબીના વાવડી રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર આવેલ રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪,૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીથી આગળના ભાગમાં રામદેવપીરના મંદિર પછીની શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળી જુગાર રમતા હોવાથી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર (૩૪) રહે. કારીયા સોસાયટી રામદેવપીર મંદિર વાળી શેરી મોરબી, મથુરભાઈ ગોકળભાઈ કારેથા (૨૬) રહે. ભગવતી પરા શેરી નં-૬ મોરબી, અસલમભાઈ કાસમભાઇ દલવાડી (૩૪) રહે. મહેન્દ્રપરા ઘાંચી શેરી મોરબી, કાદરભાઈ દાઉદભાઈ શેખ (૩૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૧૪ મોરબી અને પરેશભાઈ મનુભાઈ પાટડીયા (૪૫) રહે. મહેન્દ્રપરા શેરી નં-૧૪ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪,૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો

મોરબીમાં એલઈ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ભરતભાઈ ભવનભાઈ ગાંગડીયા (૩૦) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News