મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે વધુ એક દુકાનમાં ચોરી: તસ્કરોનો હાહાકાર


SHARE













મોરબીના ચાંચાપર ગામે વધુ એક દુકાનમાં ચોરી: તસ્કરોનો હાહાકાર

મોરબી તાલુકાનાં ચાંચાપર ગામે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં વધુ એક દુકાનને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ હવે તો સવાલો ઉઠવા લાગ્યા છે કેમ કે, છેલ્લા છ મહિનામાં લગભગ ૧૧ સ્થળે ચોરી કરવામાં આવેલ છે તેવું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી માહિતી મુજબ મોરબી તાલુકા ચાંચાપર ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ દુકાનને તસ્કરે નિશાન બનાવેલ છે અને ત્યાથી રોકડા રૂપિયા ૭૦૦ અન્ય પરચુરણ અને જંકફૂડના પડીકાગુટખા સહિતનો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી કરીને આ બનાવની વેપારીએ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે વધુમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી સમયાંતરે ચોરીની ઘટનાઓ ગામમાં બની રહી છે અને નાની મોટી લગભગ ૧૧ જેટલી ચોરી છેલ્લા છ માહિનામાં કરવામાં આવેલ છે અને જુદીજુદી વસ્તુઓની ચોરીઓ કરવામાં આવેલ છે જેથી ગામના લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ પેટ્રોલીગ વધારે તેવી માંગ ઉઠી છે






Latest News