મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વાઘરવા પાસે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







માળિયા (મી)ના વાઘરવા પાસે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લઇને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

માળિયા મિયાણાં તાલુકાના વાઘરવા ગામ નજીક બુધવારે રાતના સમયે પેટ્રોલ પંપમાંથી સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને ત્રિપાલ સવારીમાં ત્રણ યુવાનો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના વાહનને હડફેટે લીધું હતું જેથી કરીને એકનું મોત નીપજયું હતું અને બે યુવાનોને ઇજા થઇ હતી જે બનાવમાં મૃતકના ભાઈએ ટ્રક ટ્રેલર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના હરીપર ગામના રહેવાસી સલીમ અકબર ભુવડ (૩૫) જાતે ઘાંચી, મુકેશ રાયસિંગભાઈ (૩૮) રહે. મૂળ પંચમહાલ હાલ રહે વધારવા અને દશરથ ઘેલાભાઈ સોલંકી (૩૮) રહે. મૂળ સાણંદ હાલ રહે. વધારવા વાળા એકટીવામાં ત્રિપાલ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે વાધરવા ગામ નજીક પેટ્રોલ પંપમાં સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલર નં આરજે ૧૪ જીઇ ૫૩૭૮ ના ચાલકે તેને સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં એક્ટિવા ઉપર જઈ રહેલા સલીમ અકબર ભુવડ જાતે ઘાંચી (૩૫)ને વધુ ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જો કે, બીજા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા હાલમાં આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને મૃતક યુવાનના ભાઈ ફિરોજભાઈ અકબરભાઈ ભુવડ જાતે ઘાંચી (૨૯) રહે હરીપર તાલુકો માળિયા વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે ટ્રક ટેલરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News